ચીને 5 લાખ મુસ્લિમ બાળકોને બોર્ડિંગ સ્કૂલોમાં મોકલી દીધા, માતા-પિતા ડિટેન્શન કેમ્પોમાં
Trending Photos
બેઈજિંગ: ચીન (China) ના શિનજિયાંગ પ્રાતમાં અનેક મુસ્લિમ બાળકો તમને એવા જોવા મળશે જેમને સરકારે બોર્ડિંગ સ્કૂલમાં રાખ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં આવી જ એક બાળકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના પિતાનું દેહાંત થઈ ગયું છે અને માતાને ડિટેન્શન કેમ્પમાં મોકલી દેવાઈ છે. જો કે પ્રશાસને બાળકીને અન્ય રિલેટિવ્ઝની પાસે મોકલવાની જગ્યાએ સરકાર તરફથી ચાલતી બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દીધી. ચીનના શિનજિયાંગ પ્રાંતમાં આવા અનેક બોર્ડિંગ સ્કૂલ ખુલ્યા છે. જેમાં મુસ્લિમોને પણ રાખવામાં આવી રહ્યાં છે.
રિપોર્ટ મુજબ લાખો ઉઈગર અને કઝાક મુસ્લિમોને ડિટેન્શન કેમ્પોમાં રખાયા છે. જ્યારે તેમના બાળકોને બોર્ડિંગ સ્કૂલોમાં મોકલવામાં આવ્યાં છે. આવા બાળકોની સંખ્યા લગભગ 5 લાખ છે. મુસ્લિમ વસ્તીમાં કથિત રીતે કટ્ટરતાને ખતમ કરવા માટે ચીને લાખો લોકોને ડિટેન્શન કેમ્પોમાં મોકલ્યા છે. આ ઉપરાંત તે બાળકોને પણ તેમનાથી અલગ રાખી રહી છે.
જુઓ LIVE TV
શિનજિયાંગ પ્રાંતની સરકાર તરફથી બહાર પડાયેલા એક દસ્તાવેજ મુજબ પ્રદેશના 800થી વધુ વિસ્તારોમાં એક કે બે એવી શાળાઓ ખોલવાની યોજના તૈયાર કરાઈ છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીનું કહેવું છે કે આવી શાળાઓને ગરીબ બાળકો માટે તૈયાર કરાઈ છે. જેમના પરિજનો દૂરના વિસ્તારોમાં કામ કરે છે અને તેમની દેખભાળ કરી શકતા નથી. જો કે 2017ની એક દસ્તાવેજ મુજબ સરકાર ઈચ્છે છે કે બાળકોને તેમની ફેમિલીથી દૂર રાખવામાં આવે. જેથી કરીને તેમના પર તેમના પરિવારનો પ્રભાવ ન રહે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે